દેશના મેઇનસ્ટ્રીમ મીડિયામાં અવારનવાર ખોટા સમાચાર અને પ્રોપગેન્ડા ફેલાવવાના આરોપ લાગતા રહ્યા છે. તેવામાં ફરી એક વખત એવો જ કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, મીડિયા હાઉસ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર એક સમાચારની લિંક પોસ્ટ કરી હતી, જેમાં ખોટી રીતે ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો હતો.
Times of India shares Indian map with PoK and Aksai Chin removed.
— Cons of Media (@ConsOfMedia) May 4, 2025
Even a kid know correct map of India but a media house with hundreds of adult employees keeps peddling the Pakistan’s version.
At this point it just looks deliberate @vineetjaintimes . pic.twitter.com/LFsW5ihl6N
વાસ્તવમાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ PoK અને અકસાઈ ચીનને હટાવીને ભારતીય નકશો રજૂ કર્યો હતો. જેને લઈને ભારે વિવાદ પણ ઊભો થયો હતો. 3 મે, 2025ના રોજ મીડિયા હાઉસે X પર સમાચાર પોસ્ટ કર્યા હતા. જેમાં પાકિસ્તાનના આતંકવાદના જવાબમાં ભારત પાસે રહેલા વિકલ્પો વિશે વાત કરવામાં આવી હતી.
પરંતુ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારતનો ખોટો નકશો દર્શાવ્યો હતો અને PoK તથા અકસાઈ ચીનને અલગ રાખ્યું હતું. ભારે વિરોધ બાદ પોસ્ટ ડિલીટ કરીને મીડિયા હાઉસે માફી પણ માંગી લીધી હતી. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ અલગથી પોસ્ટ કરીને લખ્યું કે, ‘અજાણતા’ ખોટી તસવીર પોસ્ટ કરવામાં આવી હતી, તે હટાવી લેવાઈ છે.
A tweet was posted on the TOI handle today morning with a link to an article on India’s options for responding to terror from Pakistan. An image in that inadvertently showed the wrong map of Kashmir. The tweet has been deleted. We apologise for the mistake in our social media…
— The Times Of India (@timesofindia) May 4, 2025
વધુમાં લખ્યું કે, “અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં (પ્રિન્ટ કે ડિજિટલમાં નહીં) થયેલી ભૂલ માટે માફી માંગીએ છીએ. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સ્પષ્ટપણે કહે છે કે, સંપૂર્ણ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.”