Saturday, April 12, 2025
More

    કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર, ત્રણેયના માથે હતું પાંચ લાખનું ઈનામ

    જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ત્રણેય આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદના હતા. જેમની ઓળખ સૈફુલ્લાહ, ફરમાન અને બાશા તરીકે થઈ છે. 

    આ ત્રણેય આતંકીઓના માથે એજન્સીઓએ પાંચ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરી રાખ્યું હતું. 

    આતંકવાદીઓની ગતિવિધિઓ વિશે જાણ થતાં સુરક્ષાબળોએ શુક્રવારે કિશ્તવાડ જિલ્લાના છતરુના નૈડગામનાં જંગલોમાં ઑપરેશન શરૂ કર્યું હતું. થોડા જ કલાકોમાં એક આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સાંજે બીજા બેને પણ મારી નાખવામાં આવ્યા.

    આ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. હજુ પણ સેના હેલિકૉપ્ટર મારફતે સર્ચ ઑપરેશન ચલાવી રહી છે.