Monday, June 23, 2025
More

    ઈરાનમાં ગાયબ થયા હતા જે ત્રણ ભારતીય યુવાનો, તેઓ મળી આવ્યા: તહેરાન પોલીસે કરાવ્યા મુક્ત

    થોડા દિવસ પહેલાં ઈરાનના તહેરાનમાંથી ત્રણ ભારતીય યુવકો ગાયબ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે તાજા સમાચાર અનુસાર તેમને બચાવી લેવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે મુક્ત પણ કરી દીધા છે. 

    ત્રણેય યુવકો પંજાબના છે. તેમને ઑસ્ટ્રેલિયા મોકલવાનો વાયદો કરીને એજન્ટો ઈરાન લઈ ગયા હતા અને ત્યાંથી ત્રણેયનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ભારતમાં પરિવારે સરકારને જાણ કરતાં ઈરાન દૂતાવાસને જાણ કરવામાં આવી હતી. ઈરાન દૂતાવાસે ત્યારબાદ સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. 

    ત્રણેયનું કિડનેપિંગ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તહેરાન પોલીસે તપાસ શરૂ કરી. ત્રણેયને દક્ષિણ તહેરાનના એક નગરમાંથી એક વિશેષ ઑપરેશન હાથ ધરીને મુક્ત કરાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    યુવાનોના પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે ત્રણેયને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે એજન્ટે તેમને લઈ જવાની વ્યવસ્થા કરી હતી તે પણ ગાયબ હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.