Saturday, February 1, 2025
More

    દ્વારકા: રુક્મિણી મંદિરના માર્ગમાં બનેલી ત્રણ ગેરકાયદેસર મજારો ધ્વસ્ત

    દ્વારકામાં ચાલતી દબાણ હટાવ કાર્યવાહી વચ્ચે પ્રશાસને પવિત્ર રુક્મિણી મંદિરના માર્ગમાં આવતી ત્રણ ગેરકાયદેસર મજારો ધ્વસ્ત કરી દીધી છે. 

    શનિવારે (18 જાન્યુઆરી) વહેલી સવારે બુલડોઝર પહોંચ્યાં હતાં અને ગેરકાયદેસર બાંધકામો હટાવી દીધાં હતાં. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. 

    ઉલ્લેખનીય છે કે દ્વારકા અને બેટ દ્વારકામાં છેલ્લા એક સપ્તાહથી મેગા ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી છે. આ સપ્તાહમાં સરકાર કરોડોની કિંમતની લગભગ 60 વીઘાં જમીન ખાલી કરી દેવામાં આવી. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જાણકારી આપી કે, સરકારે કુલ 314 રહેણાંક બાંધકામો, 9 કમર્શિયલ બાંધકામો અને 12 ધાર્મિક-મજહબી બાંધકામો મળીને 335 બાંધકામો ધ્વસ્ત કરી દીધાં છે. જેનાથી કુલ 1,00,642 સ્ક્વેર મીટર (61 વીઘાં) વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. આ જમીન સરકારની માલિકીની હતી, જેની ઉપર દબાણો કરવામાં આવ્યાં હતાં. જેની કિંમત ₹53,04,25,500 થાય છે.