મણિપુરમાં (Manipur) શુક્રવારે (15 નવેમ્બર) એક નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. અનુમાન છે કે આ ત્રણ એ જ છ વ્યક્તિઓમાંના છે, જેઓ સોમવારથી લાપતા છે.
સોમવારે સમાચાર સામે આવ્યા હતા કે કૂકી આતંકવાદીઓ દ્વારા ત્રણ મહિલા અને ત્રણ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ઘટના મણિપુરના જીરીબામ જિલ્લામાં બની હતી.
મૃતદેહ કોના છે તે બાબતની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. નદીમાંથી મળ્યા બાદ ત્રણેય શવ સિલચર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં પોસ્ટમોર્ટમ વગેરે પ્રક્રિયાઓ કરવામાં આવી.
જે છનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમાં એક દાદી, તેની બે પુત્રીઓ અને ત્રણ પૌત્રોનો સમાવેશ થાય છે. આ તમામ મૈતેઈ સમુદાયમાંથી આવે છે અને જૂન મહિનામાં તેમના વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ રિલીફ કેમ્પમાં રહેતાં હતાં.