Monday, March 17, 2025
More

    મસ્જિદમાં ઘૂસ્યો, ટોપી પહેરી, વજૂ કર્યું, નમાજ પઢી…પછી ચોરી કરીને થઈ ગયો ફરાર: યુપીના મેરઠની ઘટના

    યુપીના (UP) મેરઠની (Meerut) એક ચોરીની (Theft) ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ચોરી મેરઠની એક મસ્જિદમાં (Masjid) થઈ છે. ચોરીની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક મઝહબી ટોપી પહેરીને મસ્જિદમાં દાખલ થાય છે, વજૂ કરે છે અને અન્ય નમાજીઓ સાથે મળીને નમાજ પણ પઢે છે. જે બાદ જેવી મસ્જિદ ખાલી થાય છે કે, તરત જ તે મસ્જિદના ઇલેક્ટ્રિક સામાનને થેલામાં ભરીને ફરાર થઈ જાય છે.

    નમાજીઓના ગયા બાદ જ્યારે ઈમામ શાન મોહમ્મદે તમામ વસ્તુઓ ચેક કરી તો ઘણી વસ્તુઓ ગાયબ થયેલી હતી. જે બાદ તરત જ ઈમામે મસ્જિદ કમિટીને જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. મસ્જિદના ઈમામ તરફથી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    હાલ પોલીસસે ઘટનાસ્થળ પર પહોંચીને મસ્જિદના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને ચોરને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, વહેલી તકે ચોરને ઝડપી પાડવામાં આવશે.