લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ની વેબસાઈટ ભારતમાં બ્લૉક કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
‘ધ વાયર’ દ્વારા X પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે કેન્દ્ર સરકારે દેશભરમાં ‘ધ વાયર’નું એક્સેસ બ્લૉક કરી દીધું છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો કહી રહ્યા છે કે વેબસાઈટને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા IT એક્ટ, 2000 હેઠળ બ્લૉક કરી દેવામાં આવી છે.

આગળ વેબસાઈટે આને સેન્સરશિપ ગણાવીને રોદણાં રડ્યાં છે અને ભારેભરખમ અંગ્રેજી શબ્દો વાપરીને કક્કો ખરો કરવાના પ્રયત્નો કર્યા છે.
એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ આપખુદશાહી વિરુદ્ધ જરૂરી પગલાં લેશે અને તેને પડકારશે.
જોકે અમુક યુઝરો માટે ‘ધ વાયર’ની વેબસાઈટ હજુ જોવા મળી રહી છે તો અમુક માટે બ્લૉક બતાવવામાં આવી રહી છે. હજુ મંત્રાલય તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.