Thursday, April 24, 2025
More

    વામપંથી પ્રચાર વેબસાઈટ ‘ધ વાયર’ના સિદ્ધાર્થ વરદરાજને નિઝામુદ્દીન પૂર્વમાં ₹50 કરોડની મિલકત ખરીદી: મીડિયા રિપોર્ટ, સામે આવી ચોખવટ

    સમાચાર અહેવાલો અનુસાર, વામપંથી પ્રચાર વેબસાઈટ (leftist propaganda outlet) ‘ધ વાયર’ના (The Wire) સ્થાપકોમાંના એક સિદ્ધાર્થ વરદરાજને (Siddharth Varadarajan) નવી દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વ વિસ્તારમાં ₹50 કરોડની આલીશાન મિલકત ખરીદી છે.

    વરદરાજને તેના ભાઈ ટુંકુ સાથે મળીને આ મિલકત ખરીદી હોવાનું કહેવાય છે, જોકે આ સોદામાં ટુંકુની સંડોવણીની પુષ્ટિ નથી.

    નિઝામુદ્દીન પૂર્વ ભારતીય રાજધાનીનો એક પોશ વિસ્તાર છે, જ્યાં મિલકતના ભાવ આસમાને છે. વરદરાજન દ્વારા ખરીદેલી મિલકત ચાર માળમાં ફેલાયેલી છે અને તેમાં તમામ આધુનિક સ્થાપત્ય ધરાવે છે.

    બેસ્ટમીડિયાઇન્ફો અનુસાર, જ્યારે તેઓએ આ અત્યંત મોંઘી મિલકતની ખરીદી અંગે ટિપ્પણી માટે વરદરાજનનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે આ તેમનો વ્યક્તિગત મામલો છે.

    બાદમાં સિદ્ધાર્થે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ બાબતના આરોપો નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તેમણે આ મોટી કિંમતની કોઈ મિલકત ખરીદી નથી અને તેમના ભાઈ સાથે તેમણે ક્યારેય કોઈ મિલકતની ખરીદી કરી નથી.

    વરદરાજન એક અમેરિકી નાગરિક છે જેમણે 2015માં તેમના સાથી સ્થાપક સંપાદકો સાથે મળીને ધ વાયરની શરૂઆત કરી હતી.