Wednesday, December 4, 2024
More

    ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમે અમિત શાહ સાથે દિલ્હીમાં કરી મુલાકાત, ગૃહમંત્રીએ કહ્યું- સત્ય ઉજાગર કરે છે આ ફિલ્મ

    તાજેતરમાં આવેલી હિન્દી ફિલ્મ ‘ધ સાબરમતી ફિલ્મ’ની ટીમે શુક્રવારે (22 નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 

    X પર પોસ્ટ કરીને ગૃહમંત્રી શાહે લખ્યું કે, “ધ સાબરમતી રિપોર્ટ ટીમ સાથે મુલાકાત કરી અને સત્ય સામે લાવવા માટે હિંમત દાખવવા બદલ અભિનંદન પાઠવ્યા.” 

    તેમણે આગળ કહ્યું કે, “ફિલ્મ લાંબા સમયથી રાજકીય હિતો સાધવા માટે જે ભ્રામક તથ્યો અને જુઠ્ઠાણાં ચલાવવામાં આવી રહ્યાં હતાં, તેને ઉજાગર કરીને સત્ય રજૂ કરે છે.”

    ફિલ્મના અભિનેતાઓ વિક્રાંત મેસ્સી, રિદ્ધિ ડોગરા તેમજ નિર્માતા એકતા કપૂર અને અન્યોએ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી, જેના ફોટા પણ તેમણે શેર કર્યા છે.