Friday, March 14, 2025
More

    લૉરેન્સ બિશ્નોઈના નામ પર પપ્પુ યાદવને ધમકી આપનાર નીકળ્યો બિહારનો રામબાબુ: કહ્યું હતું- માફી નહીં માંગી તો મારી જ નાખીશ

    બિહાર પોલીસે ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના (Larence Bishnoi) નામે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav) જાનથી મારી (Threat Call) નાખવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી છે. યુવકની ઓળખ રામબાબુ રાય તરીકે થઈ છે. તે આરાના રહેવાસી છે. પોલીસે સોમવારે (2 ડિસેમ્બર 2024) તેની ધરપકડ કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પપ્પુ યાદવને ધમકી મળ્યા બાદ પોલીસે સર્વેલન્સ દ્વારા આરોપીની ઓળખ અરાહ જિલ્લાના ડુમરિયા શાહપુરના રહેવાસી રામેશ્વર યાદવના પુત્ર રામબાબુ રાય તરીકે કરી હતી.

    1 ડિસેમ્બરે પપ્પુ યાદવના સેક્રેટરીને 13 સેકન્ડનો વિડીયો મળ્યો હતો. આ વિડીયોમાં પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતો યુવક પપ્પુ યાદવને 5થી 6 દિવસમાં મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, “પપ્પુ યાદવને કહો કે લૉરેન્સ સાહેબની માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે તો અમે તેમને મારી નાખીશું. અમે જે મિશન પર આવ્યા છીએ તે કોઈપણ ભોગે પૂર્ણ કરીશું.”