ગત અઠવાડિયે મ્યાનમારમાં (Myanmar Earthquake) 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મોટી માત્રામાં જાનહાનિ અને માલહાનિ થઈ હતી. આ જ ભૂકંપના કારણે થાઈલેન્ડમાં (Thailand Skyscraper) આવેલી 33 માળની સ્કાઈસ્ક્રેપર ઈમારત પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી. કહેવાઈ રહ્યું છે કે આ ઈમારતનું કામકાજ ચાલી રહ્યું હતું તેથી ચારેય તરફથી ક્રેનથી ઘેરાયેલી હતી. તેમ છતાં ઈમારત પડી ગઈ હતી.
અત્યાર સુધીમાં આ ઈમારતના કાટમાળમાંથી 8 મૃતદેહો મળી આવ્યા છે. અહેવાલો અનુસાર તેનું નિર્માણ એક ચીની કંપની સાથે મળીને કરવામાં આવી રહ્યું હતું. ત્યારે થાઈલેન્ડના ઉપ-વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે 29 માર્ચે આ જગ્યાની મુલાકાત લઈને તપાસના આદેશ આપ્યા હતા. આ કેસમાં ચીન (China) સમર્થિત બાંધકામ કંપનીની તપાસ ચાલી રહી છે.
This didn’t age well…
— Bangkok Community Help Foundation 🇹🇭 (@BKK_community) March 29, 2025
Chinese construction firm "China Railway" proudly advertised their motto as “We build the strong building”—until the earthquake proved otherwise.
This was a showcase project by Jong Su Jawi for internal audit employees of the Thai government,… pic.twitter.com/zqVOSJjmom
સવાલો ઉભા થઈ રહ્યા છે કે બેંગકોકમાં સેંકડો ઊંચી ઇમારતો છે, પરંતુ ભૂકંપને કારણે અન્ય કોઈ ઈમારત આવી દુર્ઘટનાગ્રસ્ત થઈ નથી, તો પછી આ ચીની ઈમારત ભૂકંપનો સામનો કેમ ન કરી શકી? નિષ્ણાતો અને થાઈ અધિકારીઓ હવે ધરાશાયી થયેલી ઇમારતની રચના અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર થાઈલેન્ડની સ્ટેટ ઓડિટ ઓફિસે (SAO) આ ઇમારત બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને લગભગ 2 અબજ બાહ્ત અથવા લગભગ 45 મિલિયન પાઉન્ડમાં આપ્યો હતો. આ ઇમારતનું બાંધકામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું.