Wednesday, February 26, 2025
More

    કાશ્મીરના રાજૌરીમાં સેનાના જવાનોના વાહન પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર 

    બુધવારે (26 ફેબ્રુઆરી) જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના એક વાહન પર હુમલો થવાની ઘટના બની. ઝાડીમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ પસાર થતા સૈન્ય વાહન પર ગોળીબાર કર્યો હતો. સદભાગ્યે હુમલામાં કોઈ જવાન ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી. 

    ઘટના બપોરે 1 વાગ્યાના અરસામાં રાજૌરીના સુંદરબાની વિસ્તારમાં આવેલા ફાલ ગામના જંગલમાં બની. સેનાના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમના વાહન પર એક-બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. 

    ઘટના બાદ તુરંત વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો અને વધારાની સૈન્ય ટુકડીઓ ખડકી દેવામાં આવી હતી. હાલ સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હોવાનું સેનાના સૂત્રોના હવાલે મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    રક્ષા મંત્રાલય દ્વારા પણ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ હજુ વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.