Monday, March 17, 2025
More

    ‘મળશે જડબાતોડ જવાબ, કોઈને નહીં છોડાય’: જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ અમિત શાહનું નિવેદન

    રવિવારે સાંજે મધ્ય કાશ્મીરના ગાંદરબલ (Ganderbal) જિલ્લાના ગગનગીરમાં (Gagangir) આતંકવાદી હુમલામાં (terrorist Attack) જમ્મુ કાશ્મીરની બહારના બે નાગરિકો માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બહારના કામદારો પર ગોળીબાર કાર્યો હતો, જેમાં 3 ઘાયલ પણ થયા હતા. જે બાદ હવે ગૃહમંત્રી અમિત શાહનું (Amit Shah) નિવેદન સામે આવ્યું છે.

    અમિત શાહે પોતાની આધિકારિક X પ્રોફાઇલ પરથી આ બાબતે ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ હુમલો કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

    તેઓએ લખ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરના ગગનગીરમાં નાગરિકો પરનો ઘાતકી આતંકવાદી હુમલો કાયરતાનું ધિક્કારપાત્ર કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળોના સખત જવાબનો સામનો કરવો પડશે.”

    સાથે જ શાહે લખ્યું, “ભારે દુઃખની આ ક્ષણે, હું મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”