પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુન્ખ્વા (Khyber Pakhtunkhwa) ક્ષેત્રના બન્નુમાં (Bannu) એક સૈન્ય અડ્ડા પર આતંકી હુમલો (Terrorist Attack) થયો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વિસ્ફોટકથી લોડેડ કાર અથડાવીને આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ 25 અન્ય લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. તાલિબાન પાકિસ્તાનના એક સમૂહે આ હુમલાની જવાબદારી લીધી છે.
પોલીસ અધિકારી જાહિદ ખાને જણાવ્યું છે કે, વિસ્ફોટક બાદ હવામાં ધુમાડાના ગોટેગોટા ઊડ્યાં હતા અને ગોળીઓ વરસાવવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ પણ કહ્યું છે કે, પાંચથી છ હુમલાખોરો છાવણીમાં ઘૂસવાના પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ તેમને ઠાર મરાયા છે. વિસ્તારમાં ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.”
તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) આતંકી સંગઠન સાથે સંબંધિત જૈશ-અલ-ફુરસાને આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો રમઝાનના મહિનામાં સાંજની નમાઝ સમયે કરવામાં આવ્યો છે. તે સમયે મોટાભાગના લોકો પોતાના રોજા ખોલી રહ્યા હતા. તે જ સમયે અચાનક હુમલો થયો હતો અને 9 લોકો ઘાયલ થયા હતા.