Tuesday, March 18, 2025
More

    જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, બડગામમાં સહારનપુરના મજૂરોને મારી ગોળી

    જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરીથી બિન-કાશ્મીરીઓ પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. આ વખતે હુમલો બડગામના (Budgam) મઝામા (Majhama) ગામમાં સહારનપુરના બે લોકો પર થયો હતો. મૃતકોની ઓળખ સુફીયાન અને ઉસ્માન તરીકે થઈ છે. આ બંને મજૂરો જલ જીવન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.

    ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, બંને ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેની સારવાર ચાલુ છે.

    છેલ્લા 12 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી લોકો પર આ બીજો હુમલો છે. આ પહેલા 20 ઓક્ટોબરે આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લામાં સાત લોકોની હત્યા કરી હતી જેમાં એક ડોક્ટર પણ સામેલ હતો.