રાજસ્થાનના સીકરમાં ભયાનક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ખાનગી બસ પુલ સાથે અથડાઈ હોવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 35થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઘાયલોને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
મંગળવારે (29 ઑક્ટોબર) લગભગ બપોરે 2 વાગ્યા આસપાસ આ અકસ્માતનો બનાવ બન્યો હતો. બસ સાલારથી નવગઢ જઈ રહી હતી. પરંતુ સ્પીડ વધુ હોવાના કારણે બસ ટર્ન લઈ શકી નહીં અને પુલમાં ઘૂસી ગઈ. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. બસનો આગળનો ત્રણથી ચાર ફૂટનો ભાગ ખૂબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.