મણિપુરમાં વધી રહેલા તણાવને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિને લઈને સુરક્ષા સમીક્ષા કરી છે. રવિવારે (17 નવેમ્બર) મહારાષ્ટ્ર્માં રેલીઓને સંબોધિત કરવા પહોંચેલા અમિત શાહ તમામ રેલીઓ રદ કરીને દિલ્હી પહોંચ્યા હતા અને સુરક્ષાદળો તથા વિવિધ એજન્સીઓને ઉચ્ચ અધિકારીઓ સાથે મણિપુરના તણાવને લઈને બેઠક કરી હતી.
બેઠક દાદારમિયાં અમિત શાહે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત તેવું પણ જાણવા મળ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે (18 નવેમ્બર) 12 કલાકે ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક પણ બોલાવશે.
નોંધવા જેવું છે કે, મણિપુરમાં મૈતેઈ સમુદાયના 6 લોકોના મૃતદેહ મળી આવ્યા બાદ ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. 16 નવેમ્બરે ઘણા ધારાસભ્યો અને મંત્રીઓના ઘરો પર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે કેન્દ્ર સરકાર પણ આ ઘટનાને લઈને કાર્યવાહી તેજ કરતી નજરે પડી રહી છે.