Monday, July 14, 2025
More

    તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંઘે ભાજપમાંથી આપ્યું રાજીનામું: નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ બાદ લીધો નિર્ણય, કહ્યું- હિંદુઓ માટે ખડેપગે

    તેલંગાણાના (Telangana) ભાજપ ધારાસભ્ય (BJP MLA) ટાઇગર રાજા સિંઘે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ સંદર્ભમાં પત્ર મોકલીને પાર્ટીને પોતાના નિર્ણયની જાણ કરી છે. તેલંગાણામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ રાજા સિંઘે આ નિર્ણય લીધો છે.

    રાજા સિંઘે આ પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, રામચંદ્ર રાવને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય તેમના અને લાખો કાર્યકરો માટે આઘાતજનક છે. તેમણે કહ્યું છે કે, તેઓ આ બાબતે ચૂપ રહી શકતા નથી.

    રાજા સિંઘે કહ્યું છે કે, કેટલાક લોકોએ પાર્ટી હાઇકમાન્ડને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજીનામું આપ્યા પછી પણ તેઓ હિંદુઓના કલ્યાણ માટે કામ કરતા રહેશે. તેમણે કહ્યું છે કે, તેઓ હિંદુત્વની વિચારધારાને પ્રોત્સાહન આપતા રહેશે. રાજા સિંઘે પાર્ટીમાંથી રાજીનામું આપવાને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો છે.