Friday, March 7, 2025
More

    કાયદાનું રાજ કે AIMIM નેતાનું?: તેલંગાણામાં મિર્ઝા રહેમાને પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આપી ધમકી, કોઈ કાર્યવાહી વિના આરોપીને કરાવ્યો મુક્ત

    કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં (Telangana) AIMIM નેતાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને એક આરોપીનો છોડાવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના પ્રશાસન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

    આ વિડીયો ભાજપ તેલંગાણાના સોશિયલ મીડિયા હેન્ડલ X પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના માટે ભાજપે લખ્યું હતું કે, “કોઈ જામીન નહીં, કોઈ કોર્ટ નહીં – ફક્ત એક MIM નેતાની મંજૂરી, અને પછી આરોપીઓ મુક્ત રીતે ફરી રહ્યા છે.”

    આગળ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા લખ્યું હતું કે, “રાહુલ ગાંધી દેશભરમાં બંધારણનો ભંગ કરી રહ્યા છે, ત્યારે તેલંગાણા દારુસ્સલામના નિયમો મુજબ ચાલી રહ્યું છે. જો કોઈ હિંદુ શાંતિપૂર્ણ રીતે પોતાના ઘર કે જમીનનો બચાવ કરવાની હિંમત કરશે, તો તેની હાથકડી પહેરાવીને ધરપકડ કરવામાં આવશે.”

    નોંધનીય છે કે વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે AIMIM નેતા મિર્ઝા રહેમાન એક પોલીસ સ્ટેશનમાં ઘૂસે છે અને પોલીસને ધમકાવે છે, તથા કોઈ પણ કાયદાકીય કાર્યવાહી વિના આરોપીને છોડાવીને લઈ જાય છે. આ અંગે કોંગ્રેસ પ્રશાસન અને તેલંગાણા પોલીસ પર પ્રશ્નો થઈ રહ્યા છે.