Saturday, April 19, 2025
More

    ‘ઠુમકા નહીં લગાઓગે તો સસ્પેન્ડ હો જાઓગે’: લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપે પોલીસકર્મી પાસે કરાવ્યો ડાન્સ, વિડીયો વાયરલ થયા બાદ વિવાદ

    બિહારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી તેજ પ્રતાપ યાદવ એક પોલીસકર્મી પાસે ડાન્સ કરાવે છે અને ના પાડવા પર સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપે છે. 

    વિડીયોમાં તેજ પ્રતાપ હોળી રમેલી સ્થિતિમાં રંગાયેલા ચહેરે એક સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે. તેમની સાથે અન્ય એક યુવક પણ દેખાય છે. તેજ પ્રતાપ સ્ટેજ પરથી માઈકમાં બોલતાં પોલીસકર્મીને ‘એ સિપાહી….એ દીપક’ કહીને બોલાવીને કહે છે કે, એક ગીત વગાડીશું, તારે ઠૂમકા લગાવવાના છે.’

    આગળ કહે છે, “બુરા ન માનો હોલી હૈ. ઠૂમકા લગાવ નહીંતર સસ્પેન્ડ થઈ જઈશ.” ત્યારબાદ તેઓ આગળ માઈકમાં કશુંક ગીત ગાય છે અને પોલીસકર્મીએ હાથ ઉપર કરીને ડાન્સ કરવો પડે છે.” 

    આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે સરકારમાં ન હોવા છતાં એક પૂર્વ સીએમનો પુત્ર આ રીતે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની વાત કરી રહ્યો છે તો સરકારમાં આવ્યા પછી તો તે શું-શું કરશે.