Monday, July 14, 2025
More

    બુરખાધારી ઈરાની ન્યૂઝ એન્કર આપી રહી હતી ઇઝરાયલને લાનત, લાઈવમાં જ આવી પડી મિસાઈલ: ‘અલ્લાહુ અકબર’ના નારા વચ્ચે ખુરશી છોડીને ભાગી

    સોમવારે એક ઉગ્ર નાટકીય ઘટનાક્રમમાં ઇઝરાયલી દળોએ તેહરાનમાં (Tehran) ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ IRINNના મુખ્યાલય પર હુમલો (Israeli forces attacked) કર્યો હતો, જેથી અચાનક લાઈવ પ્રસારણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે (Israel Kat) નેટવર્કને ‘ઈરાની પ્રોપગેન્ડાનું મુખપત્ર’ જાહેર કર્યા પછી, તેનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી તરત જ આ હુમલો થયો હતો.

    હુમલા દરમિયાન, એન્કર સહર ઇમામી ઇઝરાયલની ટીકા કરી રહી હતી ત્યારે સ્ટુડિયોમાં એક મોટો વિસ્ફોટ થયો. ભરપૂર શેર કરાયેલા ફૂટેજમાં, તે પ્રસારણની વચ્ચે ભાગતી જોવા મળે છે જ્યારે બેકગ્રાઉન્ડમાં ‘અલ્લાહુ અકબર’ના નારા ગુંજતા સંભળાઈ રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે તે અને તેનું ક્રૂ સુરક્ષિત છે.

    જેમ જેમ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વધુ ઘેરો બને છે, તેમ તેમ તેહરાનના રાજમાર્ગો જામ થતા જઈ રહ્યા છે અને ગભરાયેલા રહેવાસીઓ નાના શહેરોમાં ભાગી રહ્યા છે. કાત્ઝે ચેતવણી આપતા કહ્યું હતું કે ઇઝરાયલ નાગરિકોને નિશાન નહીં બનાવે, પરંતુ તેહરાનની વસ્તી ‘સરમુખત્યારશાહીની કિંમત ચૂકવશે’ કારણ કે શાસનના લક્ષ્યો પર હુમલો થઈ રહ્યો છે.

    ક્રોસફાયરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક તેહરાનથી કોમ અને અન્ય સલામત શહેરોમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થિતિ બગડવાની વધતી જતી આશંકા વચ્ચે દૂતાવાસના અધિકારીઓ તેમના સ્થળાંતરનું સંકલન કરી રહ્યા છે.