PM મોદી (PM Modi) હાલ ફ્રાન્સની (France) યાત્રા પર છે. તે સાથે જ તેઓ પેરિસમાં (Peris) યોજાઈ રહેલા AI Action Summitમાં સહ-ઉપાધ્યક્ષ પણ છે. PM મોદીએ AI સમિટમાં AI વિશે ઘણી વાતો કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત પોતાના લાર્જ લેંગ્વેજ મોડેલ પર કામ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે AI સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પણ વાત કરી છે.
Addressing the AI Action Summit in Paris. https://t.co/l9VUC88Cc8
— Narendra Modi (@narendramodi) February 11, 2025
દરમિયાન તેમણે AI દ્વારા માણસોની જોબ ગુમાવવાના ભય પર પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, “AI લાખો લોકોની જિંદગી બદલી રહ્યું છે. સમયની સાથે-સાથે રોજગારના સંકટ પર પણ ધ્યાન આપવું પડશે.” તેમણે કહ્યું કે, “જોબ ગુમાવવી તે AIની સૌથી મોટી સમસ્યા છે. પરંતુ, ઇતિહાસ સાક્ષી છે કે, ટેકનોલોજી નોરકી નથી લેતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “ટેકનોલોજી હંમેશા પોતાની સાથે નોકરીઓ લઈને આવે છે. તે એક પ્રાકૃતિક પરિવર્તન છે. ટેકનોલોજીની સાથે નવા પ્રકારની નોકરીઓ પણ ઊભી થાય છે. AIના ભવિષ્યને લઈને આપણે આપણાં લોકોને તૈયાર કરવા માટે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.” આ સાથે જ તેમણે ભારતની AI ક્ષેત્રની સિદ્ધિઓ વિશે પણ ભરપૂર વાત કરી છે.