Wednesday, June 25, 2025
More

    આતંકી દેશ પાકિસ્તાનને વૈશ્વિક ફલકે અલગ-ઠલક કરવા મેદાને ઉતર્યું ભારત: એશિયા ક્રિકેટ કપમાં નહીં રમે ટીમ ઇન્ડિયા, BCCIએ ફગાવ્યો દાવો

    પહલગામ આતંકી હુમલા પછી ઑપરેશન સિંદૂર બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. આ તણાવ હવે ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનની અધ્યક્ષતામાં થવા જઈ રહેલા એશિયા ક્રિકેટ કપમાં (Asia Cricket Cup) ભારતીય ટીમ નહીં રહે. BCCI તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ તાજી જાણકારી મુજબ BCCIએ આ દાવાને ફગાવી દીધો છે.

    અહેવાલ અનુસાર, BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના (ACC) કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. BCCI ટૂંક સમયમાં જ આ નિર્ણય વિશેની આધિકારિક જાહેરાત પણ કરી શકે છે. વધુમાં BCCIએ ACCને પણ આ વિશે સૂચના આપી દીધી છે કે, ભારત જુલાઈમાં યોજાનારા મહિલા ઇમર્જિંગ એશિયા કપમાં ભાગ નહીં લે અને સપ્ટેમ્બરમાં યોજાનાર પુરુષ એશિયા કપમાં પણ ભાગ નહીં લે.

    વાસ્તવમાં, હાલમાં ACC અધ્યક્ષ પાકિસ્તાનનો આંતરિક મંત્રી મોહસિન નક્વી છે. આ સતહે જ તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચેરમેન પણ છે. BCCI સૂત્રો અનુસાર, લાંબા સમયથી તે વાતને લઈને અસહમતી હતી કે, ભારત એવી સંસ્થાનું ટુર્નામેન્ટ કેમ રમે જેનું નેતૃત્વ પાકિસ્તાનના એક મંત્રીના હાથમાં હોય.

    UPDATE: તાજી જાણકરી મુજબ BCCI સેક્રેટરીએ આ દાવાને નકારી કાઢ્યો છે.