Friday, March 21, 2025
More

    કેરળમાં ઘર-ગાડી-જમીન પર ટેક્સ 50% વધ્યો, કોર્ટ ફી પણ વધી: ડાબેરી સરકારે બજેટમાં લઘુમતી કલ્યાણ માટે ₹104 કરોડની કરી જાહેરાત

    કેરળની ડાબેરી સરકારે (Left government of Kerala) બજેટમાં (Budget) અનેક પ્રકારના કરમાં (Tax) વધારો કરવાની જાહેરાત કરી છે. ડાબેરી સરકારે જૂના વાહનો પરના ટેક્સમાં 50%નો વધારો કર્યો છે. કેરળમાં કોર્ટ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેરળમાં જમીન પરના કરમાં પણ 50%નો વધારો કરવામાં આવ્યો છે.

    શુક્રવારે (7 ફેબ્રુઆરી 2025), કેરળના નાણામંત્રી કે.એન. બાલાગોપાલે 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં, ડાબેરી સરકારનું ધ્યાન સંપૂર્ણપણે જનતા પર કર વધારવા પર હતું. વાહનો અને જમીન પર કર વધારીને, સરકાર પોતાની તિજોરી લગભગ ₹180 કરોડથી ભરવા માંગે છે. તેમણે મોટરસાયકલ પરના ટેક્સમાં પણ 50% વધારો કર્યો છે.

    આર્થિક સંકટનો સામનો કરી રહેલી કેરળ સરકારે એક તરફ લોકો પર વધેલા કરનો બોજ લાદ્યો છે, તો બીજી તરફ લઘુમતી કલ્યાણ (Minority Welfare) માટે ₹104 કરોડ આપ્યા છે. કેરળ પહેલા, કર્ણાટકમાં પણ, મફત વસ્તુઓનું વિતરણ કરવા માટે, કોંગ્રેસે ઘણી વસ્તુઓ પર કર વધારી દીધો છે.