Sunday, July 13, 2025
More

    બુરખો પહેરીને આવ્યો તૌફીક ‘ભાઈજાન’, 19 વર્ષની ‘બહેન’ નેહાને 5મા માળેથી નીચે ફેંકીને લીધો જીવ, કારણ- નિકાહ કરવાની પાડી હતી ના: દિલ્હી પોલીસે શરૂ કરી તપાસ, પરિવાર- રક્ષાબંધન પર બાંધતી હતી રાખડી

    ઉત્તર પૂર્વ દિલ્હીના જ્યોતિ નગરમાં (Jyoti Nagar, northeast Delhi) તૌફીકે 19 વર્ષીય નેહાને પાંચમા માળેથી ફેંકી દીધી. તૌફીક (Taufiq murdered Neha) બુરખો પહેરીને નેહાના ઘરની છત પર પહોંચી ગયો. નેહા સાથે ઉગ્ર દલીલ બાદ તેણે નેહાને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી. અહેવાલો અનુસાર, નેહા લાંબા સમયથી તૌફીક સાથે વાત કરી રહી ન હતી. તેથી જ તે ઘરે પહોંચ્યો. નેહાને ગંભીર હાલતમાં જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું.

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવકનું નામ તૌફીક છે, જે મુરાદાબાદનો રહેવાસી છે અને મંડોલી રોડ પર કામ કરે છે. તે અશોક નગરમાં નેહાના ઘરની સામે રહેતો હતો. નેહા તેને ભાઈ માનતી, પરંતુ તાજેતરમાં નેહાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને તૌફીક સોમવારે (23 જૂન) સવારે 7:30 વાગ્યે બુરખો પહેરીને નેહાના ઘરની છત પર પહોંચી ગયો. તેણે નેહાને ઘરની છત પર આવવા કહ્યું હતું. બંને વચ્ચે વાતચીત થઈ અને તૌફીકે ગુસ્સામાં નેહાને નીચે ફેંકી દીધી.

    પરિવારે પોલીસને જણાવ્યું કે નેહા દરેક રક્ષાબંધન પર તૌફીકને રાખડી બાંધતી હતી અને તેને પોતાનો પરિવાર માનતી હતી. પરંતુ તૌફીકની તેના પર ખરાબ નજર હતી. જોકે, તાજેતરના મહિનાઓમાં જ્યારે તૌફીકે નેહા પર નિકાહ માટે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. નેહાએ તૌફિકના નિકાહ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

    જો કે આ ઘટના બાદ તે ભાગી ગયો હતો. દિલ્હી પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે અને ફરાર તૌફીકને શોધી પણ રહી છે.