Tuesday, March 25, 2025
More

    13 વર્ષની વિદ્યાર્થીનીને સ્કૂલના શૌચાલયમાં લઈ જઈ શિક્ષકો કરતા બળાત્કાર: તમિલનાડુમાં બાળકી એક મહિના સુધી સ્કૂલે ન આવી ત્યારે ફૂટ્યો ભાંડો

    તમિલનાડુના (Tamil Nadu) કૃષ્ણનગરી જિલ્લામાં 9મા ધોરણની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારનો (Gang Rape) મામલો સામે આવ્યો છે. 13 વર્ષની છોકરી પર બળાત્કારી કરનાર કોઈ બહારના રાક્ષસો નથી પણ તેની જ શાળાના ત્રણ શિક્ષકો છે. આ મામલે ફરિયાદ બાદ પરિવારના સભ્યોએ હવે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ છે.

    વિદ્યાર્થીનીની માતાની ફરિયાદના આધારે પોલીસે સરકારી શાળાના ત્રણ શિક્ષકોની ધરપકડ કરી છે. તેમની સામે POCSO હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખ્યો છે. આ ત્રણેય યુવતીને વોશરૂમમાં લઈ જતા અને તેના પર બળાત્કાર ગુજારતા. તેમની ઉંમર 37થી 47 વર્ષની વચ્ચે છે.

    અહેવાલો અનુસાર, વિદ્યાર્થીની એક મહિનાથી શાળાએ આવતી ન હતી અને જ્યારે આચાર્યએ પૂછપરછ કરી, ત્યારે માતાએ તેમને સમગ્ર મામલો જણાવ્યો. આ પછી તેમણે તાત્કાલિક પોલીસમાં કેસ નોંધાવવાની સલાહ આપી અને કેસ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાસે ગયો. બાદમાં આગળ કાર્યવાહી કરવામાં આવી.