Thursday, March 27, 2025
More

    અભિનેત્રી તમન્ના ભાટિયાની EDએ કરી પૂછપરછ, જાણો શું છે કેસ

    તપાસ એજન્સી EDએ અભિનેત્રી તમન્ના ભાટિયાની એક કેસમાં પૂછપરછ કરી હોવાની જાણકારી મળી રહી છે. 

    મામલો ‘HPZ ટોકન’ મોબાઇલ એપ્લિકેશનને લગતો છે, જેમાં બિટકોઈન કમાવાની લ્હાયમાં જોડાયા બાદ અનેક રોકાણકારોના પૈસા ડૂબી ગયા હતા.

    એજન્સીએ જણાવ્યા અનુસાર, અભિનેત્રીની પૂછપરછ આસામના ગુવાહાટીમાં કરવામાં આવી. તેમનું નિવેદન PMLA હેઠળ નોંધવામાં આવ્યું છે. જાણવા મળ્યા અનુસાર, તમન્ના ભાટિયાને એપ કંપનીના એક કાર્યક્રમમાં ‘સેલિબ્રિટી અપિયરન્સ’ માટે અમુક પૈસા ચૂકવવામાં આવ્યા હતા. તે સિવાય બીજા કોઈ આરોપ તેમની ઉપર નથી. 

    વધુ વિગતો અનુસાર, તમન્ના ભાટિયાને અગાઉ પણ તેડું મોકલવામાં આવ્યું હતું પરંતુ કામ વધુ હોવાનું કહીને સમન્સ ટાળી દીધાં હતાં. આખરે ગુરુવારે તેઓ હાજર થયાં. 

    આ મામલે પહેલાં કોહિમામાં એક FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ EDએ કેસ હાથ પર લીધો હતો. આ મામલે એજન્સી દેશભરમાં અનેક ઠેકાણે દરોડા પાડીને કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. EDએ માર્ચમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 299 એન્ટિટીનાં નામ હતાં, જેમાંથી 76 ચીની નાગરિકોનાં પણ નામ હતાં. હાલ કેસની તપાસ ચાલી રહી છે.