Wednesday, February 5, 2025
More

    મહિલા શિક્ષણ પર પ્રતિબંધ બાબતે તાલિબાન સરકારનો વિરોધ કરનાર મંત્રી શેર બબ્બરે છોડ્યું અફઘાનિસ્તાન: ભારતીય મિલિટરી એકેડમીમાં લઈ ચૂક્યો છે તાલીમ

    અફઘાનિસ્તાનમાં (Afghanistan) કન્યા શિક્ષણના (girls’ education) સમર્થક બનવું તાલિબાન સરકારના (Taliban government) એક મંત્રી માટે મોંઘુ સાબિત થયું. તેણે તાલિબાન સરકાર દ્વારા મહિલા શિક્ષણ પરના પ્રતિબંધની ટીકા કરી હતી. હવે તેને અફઘાનિસ્તાન છોડીને ભાગી જવું પડ્યું છે. આ મંત્રીનું નામ શેર અબ્બાસ સ્તાનિકઝાઈ છે.

    શેર અબ્બાસ તાલિબાન સરકારમાં નાયબ વિદેશ પ્રધાન હતા. જાન્યુઆરી 2025માં, શેર અબ્બાસે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે છોકરીઓ માટે શાળાઓ હોવી જોઈએ અને આ બાબતે ઇસ્લામિક કટ્ટરપંથી મૌલાનાઓનું વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે મહિલાઓનું શિક્ષણ બંધ કરવું શરિયા મુજબ નથી.

    એવો દાવો કરવામાં આવે છે કે આ નિવેદન પછી, તાલિબાન નેતા અખુંદઝાદાએ તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. જોકે, તે પહેલા જ તે સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગયો. હવે તે અહીં દેશનિકાલનું જીવન જીવી રહ્યો છે.