Monday, March 17, 2025
More

    દિલ્હીના પરિણામો સ્પષ્ટ થતા જ સ્વાતિ માલીવાલે યાદ કરાવ્યું ‘દ્રૌપદી ચીરહરણ’: કેજરીવાલના ઘરમાં જ તેમની સાથે થયો હતો દુર્વ્યવહાર

    દિલ્હી વિધાનસભા ચૂંટણીનું (Delhi Assembly Elections Result) પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. રુઝાનો સ્પષ્ટ પરિણામો તરફ સંકેત કરી રહ્યા છે અને ભાજપની મોટી જીત દર્શાવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન AAP સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જે યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેમણે દ્રૌપદી ચીરહરણનો ફોટો શેર કર્યો છે.

    જે ફોટોમાં ભગવાન દ્રૌપદીના ચીર પૂરતા દેખાઈ રહ્યા છે. અહીં એ નોંધનીય છે કે પાછલાં કેટલાય મહિનાઓથી સ્વાતિ માલીવાલ AAP સુપ્રીમો કેજરીવાલ અને તેમની પાર્ટીની વાસ્તવિકતાઓ ઉઘાડી પડી રહ્યા છે. ત્યારે આજે પરિણામ દિવસે તેઓ આ ફોટો શેર કરીને એક ઘટના તરફ ઈશારો કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

    નોંધનીય છે કે 13 મે 2024ના રોજ સ્વાતિ માલીવાલ દિલ્હીના પૂર્વ CM કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન ‘દિલ્હી CM હાઉસ’ ગયા હતા, જ્યાં કેજરીવાલના પીએ બિભવ કુમારે તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી તથા, તેમનો શર્ટ ખેંચ્યો જેનાથી તેમના શર્ટના બટન ખુલી ગયા હતા.

    તેમણે એમ પણ કહ્યું હતું કે બિભવે તેમની છાતી, પેટ અને પેલ્વિસ એરિયા પર પણ વારંવાર લાત મારી હતી. જોકે આ મામલે આતિશીથી લઈને કેજરીવાલ સુધીના AAPના નેતાઓ બિભવનો સ્પષ્ટ કે આડકતરી રીતે બચાવ કરી ચૂક્યા છે.

    આ મામલે સુપ્રીમ કોર્ટે પણ AAP નેતાને ફટકાર લગાવી હતી કે આ મુખ્યમંત્રી આવાસ છે કે કોઈ ગુંડાગર્દી કરવાનું સ્થાન, સત્તાવાર નિવાસ પર કોઈ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે. નોંધનીય છે કે આ જ ઘટનાને યાદ કરીને તેમણે આ ફોટો મુક્યો હોય એવી સંભાવનાઓ છે.