મહારાષ્ટ્રમાં (Maharashtra) વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે સ્વરાજ પાર્ટીના સ્થાપક યોગેન્દ્ર યાદવ પર હુમલાની (Attack On Yogendra Yadav) ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના અકોલામાં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીના કાર્યકર્તાઓએ યોગેન્દ્ર યાદવની સભામાં ધક્કામુક્કી કરી અને ત્યારબાદ હુમલો કર્યો હતો. ઉપરાંત બહુજન આઘાડીના કાર્યકર્તાઓએ નારા પણ લગાવ્યા હતા અને ખુરશીઓ પણ તોડી હતી.
યોગેન્દ્ર યાદવ પર હુમલાના સમાચાર બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે યોગેન્દ્ર યાદવને ચારે તરફથી ઘેરી લઈને જેમતેમ બહાર કાઢ્યા હતા અને ટોળાં વચ્ચેથી બચાવ્યા હતા. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટનાની ટીકા કરી હતી અને લોકતંત્ર માટે તેને ચિંતાનો વિષય ગણાવી હતી.
आज अकोला (महाराष्ट्र) में मुझ पर और भारत जोड़ो अभियान के साथियों पर जो हमला हुआ वह हर लोकतंत्रप्रेमी के लिए गंभीर चिंता का विषय है। भारत जोड़ो अभियान के विदर्भ दौरे के तहत हम “संविधान की रक्षा और हमारा वोट” विषय पर सम्मेलन कर रहे थे, तो मुझे बोलने से रोकने के लिए 40-50 लोगों की… pic.twitter.com/59wsdPWVob
— Yogendra Yadav (@_YogendraYadav) October 21, 2024
તેમણે પોતાની X પોસ્ટ પર લખ્યું હતું કે, “મને બોલતો અટકાવવા માટે 40-50નું ટોળું મંચ પર ચડી ગયું હતું અને મારી તરફ આગળ વધી રહ્યું હતું. અમે બેઠા રહ્યા હતા અને સ્થાનિક લોકોએ ઘેરો બનાવીને અમારી રક્ષા કરી હતી. પોલીસ આવ્યા બાદ પણ ટોળાંએ હોબાળો કર્યો હતો. સભા ત્યારે જ સમાપ્ત થઈ ગઈ હતી.