Tuesday, March 18, 2025
More

    સલમાન ખાનના શૂટિંગ લોકેશન પર ફરતો જોવા મળ્યો શંકાસ્પદ: પકડીને પૂછપરછ કરી તો કહ્યું- બિશ્નોઈને કહી દઉં?

    બોલિવૂડ એક્ટર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મના શૂટિંગ સ્થળ પરથી એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દાદર (Dadar) લોકેશન પર જ્યારે સુરક્ષાકર્મીઓએ શંકાસ્પદને તેની ગતિવિધિઓ જોઈને રોક્યો તો તેણે જવાબમાં લૉરેન્સ બિશ્નોઈનું નામ લીધું, જેને સાંભળીને બધા સતર્ક થઈ ગયા.

    અહેવાલો અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે શંકાસ્પદ વ્યક્તિએ કહ્યું, “શું હું બિશ્નોઈને કહી દઉં?” તેની વાત સાંભળીને તેને તરત જ પકડીને પોલીસ પાસે લઈ જવામાં આવ્યો. હવે આ મામલે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂકી છે. આવી સ્થિતિમાં અભિનેતાની સુરક્ષા પહેલાથી જ કડક છે. તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં તેમના ઘરની બહાર ફાયરિંગની ઘટના પણ બની છે.