સુરત પોલીસની (Surat Police) SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરીને એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ (Bangladeshi national arrested) કરી છે. જાણવા મળી રહ્યું છે કે, બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ હામિદ અબ્દુલ ફકીર પાસેથી અનેક નકલી દસ્તાવેજો (Fake Documents) પણ મળી આવ્યા છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, સાત વર્ષ પહેલાં તે કોઈ એજન્ટ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો. સુરત પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત પોલીસ અનુસાર, ઝડપાયેલો બાંગ્લાદેશી નાગરિક બાંગ્લાદેશના ખૂલના જિલ્લાનો રહેવાસી છે. પૂછપરછમમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, લગભગ 7 વર્ષ પહેલાં તે કોઈ એજન્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં આવ્યો હતો અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેણે નકલી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. જે બાદ તે કોલકાતાથી સીધો સુરત આવ્યો હતો અને સુરતમાં જ ગેરકાયદેસર રીતે રહેવા લાગ્યો હતો.
સુરત પોલીસે વધુમાં જણાવ્યું છે કે, આરોપી પાસેથી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ઓળખપત્ર, બાંગ્લાદેશી મેરેજ કાર્ડ અને કેટલાક અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે, જેથી તે તપાસ કરી શકાય કે, તેને ભારતમાં ઘૂસવા માટેની મદદ કોણે-કોણે કરી હતી.