Monday, June 2, 2025
More

    લગ્નની લાલચ આપી વારંવાર હિંદુ યુવતી પર ગુજાર્યો બળાત્કાર, બાદમાં તોડી નાખ્યા સંબંધ: સુરતના ફોટોગ્રાફર શહેઝાદ શેખની ધરપકડ, તપાસ ચાલુ

    સુરતના (Surat) ફોટોગ્રાફર શહેઝાદ શેખની (Shehzad Shaikh) પોલીસે ધરપકડ કરી છે. તેના પર બળાત્કારનો (Rape) નોંધવામાં આવ્યો છે. વધુમાં લવ જેહાદની આશંકા પણ જોવા મળી રહી છે. આરોપ છે કે, આરોપી શહેઝાદે સોશિયલ મીડિયા દ્વારા એક હિંદુ યુવતીને ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરતા વિવાદ વધ્યો હતો. 

    માહિતી અનુસાર, યુવતી મૂળ ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખટોદરા વિસ્તારમાં રહે છે. બે વર્ષ પહેલાં તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટારના ઇન્દિરાનગરમાં રહેતા શહેઝાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ સાથે થઈ હતી. તે ફોટોગ્રાફીનું કામ કરતો હતો. દરમિયાન સજ્જુએ યુવતીને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવીને ફસાવી લીધી હતી. 

    આરોપ છે કે, આ દરમિયાન આરોપીએ યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતીએ લગ્ન માટે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આરોપીએ 6 મહિનાથી પીડિતા સાથે વાતચીત બંધ કરી હતી અને અવગણવાનું શરૂ કર્યું હતું. જે બાદ આખરે યુવતી ખટોદરા પોલીસ સ્ટેશને પહોંચી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.