Wednesday, April 9, 2025
More

    SMC આવાસના પાર્કિંગમાં ચણી દીધી ઓફિસ, સામે ઝૂંપડું બનાવીને કરતો ગુનાહિત કાર્યો: ફિરોઝ ખાને બનાવેલા ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

    સુરત પોલીસ (Surat Police) અસામાજિક તત્વો વિરુદ્ધ કડક એક્શન લઈ રહી છે. તાજેતરમાં જ સામે આવેલ અહેવાલ અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) અંતર્ગત ફિરોઝખાન પઠાણના ગેરકાયદે માળખા પણ તોડી પડાયા છે.

    અહેવાલ અનુસાર SMC આવાસના C-બિલ્ડીંગના પાર્કિંગમાં ગેરકાયદે ઓફિસ ઉભી કરવામાં આવી હતી, જે તોડી પાડવામાં આવી છે. ફિરોઝખાન પઠાણ દ્વારા આ ઓફિસ ઉભી કરવામાં આવી હતી, જેના આધારે તે સ્થાનિકો પર રોફ જમાવતો હતો.

    આ મામલે DCP સુરત પોલીસ, ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, “ભેસ્તાન આવાસમાં ડીમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. SMCને આ અંગે ફરિયાદ મળી હતી કે અહીંયા ફિરોઝખાન નામક વ્યક્તિએ SMC આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરીને પોતાની ઓફિસ બનાવી લીધી હતી.”

    તેમણે આગળ જણાવ્યું હતું કે, “આ ઉપરાંત તેની ઓફિસની સામે એક ઝૂંપડું પણ બનાવી દીધું હતું. જ્યાં બેસીને તે ગેરકાયદે કામો કરતો હતો. તેની વિરુદ્ધ MD ડ્રગ્સ વેચવા સહિતના કેસો થયેલા છે. આ ઉપરાંત મારામારી, ધાકધમકી વગેરે ગુનાઓ પણ નોંધાયેલા છે.”

    તેમણે કહ્યું હતું કે, “ફિરોઝખાન વિરુદ્ધ જે પણ વ્યક્તિ ફરિયાદ આપશે તેના પર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. અત્યારે ફિરોઝખાન અહીંયાથી ફરાર છે, અમે તેની પડતાલ કરી રહ્યા છીએ. તેણે જે-જે પ્રોપર્ટી વસાવી હશે એ અંગે પણ અમે તપાસ કરીશું, એમાં કંઈપણ ગેરકાયદે મળશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.