Monday, February 3, 2025
More

    સુરતને મળ્યું નવું સિટી બસ ટર્મિનલ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- ટ્રાફિકનું ભારણ ઘટશે, મુસાફરીનો સમય બચશે

    સુરતમાં (Surat) રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન બંને પાસ પાસેથી હોવાથી ટ્રાફિકનું ભારણ ઘણું વધી જતું હતું. જોકે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) સુરત શહેરમાં દિલ્હી ગેટ પાસે બનેલ નવા સિટી બસ ટર્મિનલનું (City Bus Terminal) ઉદ્ઘાટન કર્યું હતું.

    આ મામલે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “મુસાફરો માટે રાહત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત પોલીસ અને જિલ્લા પંચાયતે રેલ્વે સ્ટેશન નજીક ટ્રાફિક જામના ઉકેલ માટે સાથે કામ કર્યું છે.”

    આગળ તેમણે લખ્યું હતું કે, “સિટી બસ રીલોકેશન: રેલવે સ્ટેશન નજીક પાર્ક કરેલી સિટી બસોને નજીકના સિટી બસ સ્ટેશનમાં ખસેડવામાં આવશે. આ પગલાંથી રેલવે સ્ટેશન સુધી મુસાફરીનો સમય ઓછો થશે, જેનાથી નાગરિકોનું જીવન સરળ બનશે.”

    આગળ ફ્યુલ ક્ષમતાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “ટ્રાફિક ફ્લોને ઓપ્ટીમાઈઝ કરીને, અમે ઇંધણ કાર્યક્ષમતાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને ટ્રાફિક ઘટાડી રહ્યા છીએ.” આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસન નાગરિકોનો સમય અને ઇંધણ બચાવવા માટે વધારાના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે.