Thursday, March 6, 2025
More

    કાનૂનની આંખોથી હટ્યા પાટા: સુપ્રીમ કોર્ટે આધુનિક ભારતના આદર્શો અનુરૂપ નવી ‘લેડી જસ્ટિસ’ પ્રતિમાનું કર્યું અનાવરણ

    જાણીતી ‘લેડી જસ્ટિસ’ (Lady Justice) પ્રતિમા, જે લાંબા સમયથી અદાલતો અને કાનૂની સંસ્થાઓ સાથે સંકળાયેલી છે, તેને ભારતના સર્વોચ્ચ અદાલત (Supreme Court) દ્વારા તેના વસાહતી વારસાથી દૂર જવાના પ્રયાસના ભાગરૂપે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. જેનું હવે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ દ્વારા અનાવરણ કરાયું છે.

    પરંપરાગત રીતે આંખ પર પટ્ટી (Blindfold) અને એક હાથમાં તલવાર વડે દર્શાવવામાં આવેલ પ્રતિમાના અપડેટેડ વર્ઝનમાં આંખની પટ્ટીને દૂર કરાઈ છે અને તલવારના સ્થાને હાથમાં બંધારણ અપાયું છે, જે ભારતીય ન્યાય માટે નવા યુગનો સંકેત આપે છે.

    આ પગલાનું નેતૃત્વ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (Chief Justice DY Chandrachud) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કાયદો આંધળો નથી; તે દરેકને સમાન રીતે જુએ છે.”