Thursday, March 6, 2025
More

    સુપ્રીમ કોર્ટે કોવિડ વેક્સિન સામેની અરજી ફગાવી, કહ્યું- તેના કારણે જ આપણે મહામારીથી લડવા સક્ષમ થયા

    સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારી સામે લડવા માટે બનાવવામાં આવેલી વેક્સિન પર દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોવિડ વેક્સિનની આડઅસર છે અને વિદેશોમાં તેની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે.

    સોમવારે (14 ઑક્ટોબર, 2024) આ અરજી પર સુનાવણી કરતી વખતે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે ઘણી ટિપ્પણીઓ કરી હતી . સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વેક્સિનના કારણે જ આપણે કોરોના મહામારી સામે લડી શક્યા છીએ. કોર્ટે કહ્યું કે, હવે આ મામલે અરજી દાખલ કરવી યોગ્ય નથી.

    કોર્ટે અરજદારને પૂછ્યું કે, શું તેને વ્યક્તિગત રીતે કોઈ આડઅસર થઈ છે. કોર્ટે આ અરજીને માત્ર સનસનાટી ફેલાવવાના હેતુથી દાખલ કરવામાં આવી હોવાનું ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, જો અરજદારો કાર્યવાહી કરવા ઈચ્છે છે તો તેમણે તે સંદર્ભમાં અલગથી અરજી દાખલ કરવી જોઈએ.