Friday, February 7, 2025
More

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ: શાહી ઈદગાહના સરવેનો આદેશ આપતા અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પરનો સ્ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્યો

    મથુરાના (Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmabhumi Case) કેસમાં તથાકથિત શાહી ઈદગાહ મસ્જિદના સરવેનો નિર્દેશ આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર લગાવેલો સ્ટે ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી હતી.

    નોંધનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટે ગત ડિસેમ્બરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર બાંધવામાં આવેલી તથાકથિત શાહી ઇદગાહ મસ્જિદના વિવાદમાં કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનરની હાજરીમાં સરવે કરવાના આદેશ આપ્યા હતા. સ્થાનિક મુસ્લિમોની મસ્જિદ કમિટીએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ કોર્ટે વચગાળાનો સ્ટે મૂક્યો હતો. પછીથી ઑગસ્ટ, 2024માં ફરી સરવે પર સુપ્રીમનો સ્ટે આવ્યો. ત્યારે આ ત્રીજી વાર છે જેમાં આ સ્ટે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. એપ્રિલ, 2025માં મામલાની વધુ સુનાવણી કરવામાં આવશે.

    નોંધનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સરવે માટે એક કૉર્ટ કમિશનરની નિમણૂક કરવા માટે કહ્યું હતું. નોંધનીય છે કે કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી કેસમાં પણ આ પ્રકારે કોર્ટ કમિશનરની આગેવાનીમાં એક સરવે થઈ ચૂક્યો છે. જોકે ફરી એક વાર આ મામલે સુપ્રીમ કોર્ટનો સ્ટે આવતા સરવેમાં વધુ વિલંબ થશે.