Saturday, March 8, 2025
More

    વિવાદિત મસ્જિદોને બચાવવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ: કહ્યું- મઝહબી સ્થળોના સરવે પર લગાવવામાં આવે રોક

    કોંગ્રેસના બે નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિવાદિત મસ્જિદોના સરવે પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ નેતાઓના નામ આલોક શર્મા અને પ્રિયા મિશ્રા છે. તેમણે પોતાની અરજીમાં એવી માંગ કરી છે કે નીચલી અદાલતોને મઝહબી સ્થળોના સરવે સાથે જોડાયેલી અરજીઓ પર આદેશ આપતા રોકવામાં આવે.

    કોંગ્રેસ નેતાઓએ એવી દલીલ કરી હતી કે, નીચલી અદાલતો ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991’નું ઉલ્લંઘન કરી રહી છે. સાથે કહેવાયું છે કે, રાજ્યોને કોર્ટના આવા આદેશ પણ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.

    અરજીમાં કોંગ્રેસ નેતાઓએ આવા સરવેને સાંપ્રદાયિક સૌહાર્દ માટે જોખમ ગણાવ્યા હતા. કોંગી નેતાઓએ એવી માંગ કરી છે કે, મઝહબી સ્થાનોના સરવે સાથે સંબંધિત અરજીઓની પહેલાં હાઇકોર્ટ દ્વારા સમીક્ષા થવી જોઈએ. ઉપરાંત નીચલી અદાલતોને ઉતાવળે નિર્ણય ન આપવાના નિર્દેશ આપવામાં આવે.

    કોંગ્રેસના નેતાઓએ તેમની અરજીમાં સંભલ, મથુરા કૃષ્ણ જન્મભૂમિ, વારાણસી જ્ઞાનવાપી અને અજમેર દરગાહ જેવા મામલાઓનો હવાલો આપ્યો હતો. તથા હિંસા માટે આ મામલાઓને કારણભૂત ગણાવ્યા હતા. આ અરજી એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી છે.