Thursday, March 13, 2025
More

    ઓપનએઆઈની પોલ ખોલનાર 26 વર્ષીય રિસર્ચર સુચિર બાલાજીનું USમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત

    26 વર્ષીય મૂળ ભારતીય રિસર્ચર સુચિર બાલાજી અમેરિકામાં સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. તેઓ સેન ફ્રાન્સિસ્કો શહેરમાં રહેતા હતા, જ્યાં ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં તેમને કોઈ ગડબડ ધ્યાને આવી નથી અને સંભવતઃ આત્મહત્યકનો કેસ હોય શકે છે. 

    સુચિર બાલાજી ઓપન એઆઈના ચેટબોટ ચેટGPT પર આરોપો લગાવીને ચર્ચામાં આવ્યા હતા. તેઓ પહેલાં ઓપનએઆઈ સાથે જ કામ કરતા હતા. નોકરી છોડ્યા બાદ ત્રણ મહિના પહેલાં તેમણે દાવો કર્યો હતો કે, OpenAIએ ChatGPT બનાવવા માટે કોપીરાઈટ કાયદાનું સરાજાહેર ઉલ્લંઘન કર્યું હતું. કહેવાય છે કે ઓપનએઆઈ સામે જે કૉપીરાઇટ ઉલ્લંઘનના કેસ થયા છે, તેમાં બાલાજીની ભૂમિકા અને જાણકારીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. 

    તેમણે કંપનીમાં લગભગ 4 વર્ષ કામ કર્યું હતું. ગત ઑગસ્ટ મહિનામાં તેમણે કંપની છોડી હતી. ત્યારબાદ અવારનવાર તેમણે કોપીરાઇટ મુદ્દે કંપનીને ઘેરી હતી. 

    મૃત્યુ ચોક્કસ કયા કારણોસર થયું એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ અમેરિકાની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.