Sunday, July 13, 2025
More

    હાર્ટ એટેકનો કોવિડ-19 વેક્સિન સાથે નથી કોઈ સંબંધ: ICMR-AIIMSના રિપોર્ટમાં ખોટો ખુલાસો, ખોટા સમાચારો અંગે નિષ્ણાતોએ તોડ્યું પોતાનું મૌન

    ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે (AIIMS) તાજેતરમાં 2 અભ્યાસ હાથ ધર્યા હતા. જેનાથી જાણવા મળ્યું છે કે અચાનક હાર્ટ એટેકથી (cardiac arrest) થતા મૃત્યુનો COVID-19 રસી (vaccine) સાથે કોઈ સંબંધ નથી. PIBના અહેવાલ મુજબ, અચાનક કાર્ડિયાક અરેસ્ટથી થતા મૃત્યુ ઘણા કારણોસર થઈ શકે છે જેમાં આનુવંશિક સમસ્યાઓ, આધુનિક જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો અને કોવિડ પછીની ગૂંચવણો શામેલ છે.

    ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે (NCDC) સંયુક્ત રીતે 18 થી 45 વર્ષની વયના યુવાનોમાં અચાનક મૃત્યુના કારણોને સમજવા માટે સંશોધન શરૂ કર્યું છે. આ અંતર્ગત, તેઓએ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં એવું બહાર આવ્યું છે કે ભારતમાં COVID-19 રસીઓ એકદમ સલામત અને અસરકારક રહી છે. અત્યાર સુધી મોટા પાયે કોઈ આડઅસર નોંધાઈ નથી.

    આ સાથે, AIIMS ICMR સાથે મળીને એક અભ્યાસ પણ કરી રહ્યું છે. આ અંતર્ગત, AIIMS અચાનક કાર્ડિયાક અરેસ્ટના કેસોની તપાસ કરી રહ્યું છે. આ મૃત્યુ અને કોવિડ-19 રસી વચ્ચે કોઈ સંબંધ નથી. વૈજ્ઞાનિકો કહે છે કે કોવિડ રસીકરણ અને અચાનક મૃત્યુને એકસાથે જોડતા સમાચાર ભ્રામક છે. આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.