Friday, May 16, 2025
More

    સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાંવમાં ફેંકાયા પથ્થર: બારીના કાચ તૂટતાં યાત્રિકોમાં ભયનો માહોલ

    સુરતથી (Surat) મહાકુંભ મેળામાં (Mahakumbh) જતી ટ્રેન (Train) પર પથ્થર ફેંકાયા (Stone Pelting) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના B-6 કોચ પર મહારાષ્ટ્રના જલગાંવ (Jalgaon, Maharashtra) નજીક પથ્થર ફેંકાયા હતા. જેના કારણે કોચની બારીના કાચ પણ તૂટી ગયા હતા. પરિણામે ટ્રેનમાં રહેલા યાત્રિકોના મનના ભયનો માહોલ ઊભો થયો હતો.

    આ ઘટના રવિવારે (12 જાન્યુઆરી) બનવા પામી હતી. ટ્રેનમાં સવાર યાત્રિકોએ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. સુરતના ઉધના સ્ટેશન પરથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેન પર પથ્થર વરસાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    મહાકુંભ મેળાના પહેલા અમૃત સ્નાન માટે મોટીસંખ્યામાં સુરતના શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં સવાર થયા હતા. ટ્રેન રવાના થયા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકાયા હતા. જેના કારણે કોચની બારીના કાચ તૂટી ગયા હતા.