Sunday, November 10, 2024
More

    ‘કોઈ સલીમ સુરેશ બનશે તો નહીં ચલાવાય’: લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન

    દેશની સાથે સાથે ગુજરાતમાં લવ જેહાદના અનેકવિધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં મોટા ભાગે મુસ્લિમ યુવાનો પોતાનું નામ છુપાવીને હિંદુ તરીકે ઓળખ આપીને હિંદુ યુવતીઓને ફસાવતા હોય છે. આ મુદ્દે ફરી એકવાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

    ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેઓએ કહ્યું, “પ્રેમ કરવાનો હક બધાને છે પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનાર લોકોને સબક શીખવાડવાની જવાબદારી પોલીસની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને મારા રાજ્યની ભોળી દીકરીને ફસાવે તો એવી દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી દીકરીના ભાઈ તરીકે દીકરીની બહેન તરીકે ગુજરાત પોલીસની છે.”

    નોંધનીય છે કે આ પહેલા પણ હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે આકરા નિવેદનો આપ્યા છે. તેમની આગેવાનીમાં ગુજરાત પોલીસ દ્વારા આવા કિસ્સાઓને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને પીડિતાઓને ન્યાય આપવામાં આવે છે.