રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના માત્ર 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, રાજ્યના 64 IAS અધિકારીઓને બદલી આપવામાં આવી છે અને 4ને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદના મનપા કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા કમિશનર તરીકે બંછાનિધિ પાનીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી આ બદલી અને બઢતીના આદેશ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે તેની વચ્ચે જ રાજ્ય સરકારે ચૂંટણી પંચની મંજૂરી લઈને બદલીના આદેશ કર્યા હતા.