એક તરફ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન સતત ભારત તરફ મીટ માંડી રહ્યું છે અને બીજી તરફ પાડોશી દેશ ચીન પણ હવે આતંકવાદી દેશને ખુલ્લુ સમર્થન આપી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ચીની વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે અને જણાવ્યું છે કે, તેઓ (ચીન) પાકિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડિતતાને જાળવી રાખવા માટે તેની સાથે ઊભા છે.
વિદેશ કાર્યાલય તરફથી જારી એક નિવેદન અનુસાર, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ દરમિયાન ચીની વિદેશ મંત્રીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોનિક વાત કરી છે અને આ ટિપ્પણીઓ પણ કરી છે. યુદ્ધવિરામ બાદ ચીને પાકિસ્તાનની સરાહના પણ કરી હતી.
સીઝફાયર થયા બાદ પાકિસ્તાનની અવળચંડાઈના કારણે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. તેવામાં હવે ચીને કહ્યું છે કે, તે પાકિસ્તાનની સંપ્રભુતાને જાળવી રાખવા માટે તેની સાથે છે અને સમર્થન કરે છે.