Saturday, June 14, 2025
More

    RCBની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ, અનેકને ઈજા: જાનહાનિના પણ અહેવાલ 

    IPLની 2025ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ચેમ્પિયન થતાં મંગળવારે (3 જૂન) રાત્રિથી દેશભરમાં ટીમના ચાહકો ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને ટીમના હોમ ગ્રાઉન્ડ બેંગ્લોરમાં ઉજાણીનો માહોલ હતો. પણ આ માહોલ બુધવારે (4 જૂન) માતમમાં ફેરવાયો અને કારણ એ છે કે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ, જેમાં અનેકને ઈજા થઈ અને અમુક માર્યા ગયા હોવાના પણ અહેવાલો છે. 

    IPLમાં ચેમ્પિયન થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ટોળું પહોંચી ગયું અને નિયંત્રણ ન રહેતાં ભાગદોડ મચી ગઈ. 

    ભાગદોડમાં અમુક મૃત્યુ થયાં હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. અમુક અહેવાલોમાં મૃતકોનો આંકડો 3 તો અમુકમાં 7 સુધી જણાવવામાં આવી રહ્યો છે. ઘણાને ઈજા પણ પહોંચી હોવાની આશંકા છે. 

    ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અમુકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.  

    ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સરકાર પર આયોજનને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે.