Tuesday, July 15, 2025
More

    રથયાત્રા દરમિયાન પુરીના શ્રીગુંડીચા મંદિર નજીક ભાગદોડ: ત્રણનાં મોત, ઘણાને ઈજા 

    જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પુરીના ગુંડીચા મંદિર નજીક વહેલી સવારે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને લગભગ પચાસેક લોકોને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    સવારે 4:30 વાગ્યે ભક્તો શ્રીગુંડીચા મંદિરની સામે દર્શન માટે એકઠા થયા હતા, ત્યારે ત્યાં અચાનક ધક્કામુક્કી થઈ અને નાસભાગમાં ત્રણ લોકો માર્યા ગયા. ઘણાને ઈજા પણ પહોંચી છે. 

    ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    વધુ વિગતો અનુસાર, મહાપ્રભુની પહુદા વિધિ (શયન આરતી) રાત્રે 12:30 વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 3:45 વાગ્યે દર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાનું સંજ્ઞાન મુખ્યમંત્રી અને કાયદા મંત્રીએ પણ લીધું હતું અને આવશ્યક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.