Friday, March 14, 2025
More

    મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ, 9 ઈજાગ્રસ્ત

    મુંબઈના બાંદ્રા ટર્મિનસ (Bandra Railway Station) પર રવિવારે (27 ઑક્ટોબર) એક દુર્ઘટના (Stampede) ઘટી, જેમાં 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.

    દિવાળી પહેલાં વતન જતા લોકોનો ધસારો વધુ હોવાના કારણે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. દરમ્યાન ભાગદોડ મચી જતાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

    ઘટના સવારે 5:56 વાગ્યે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર જ્યારે બાંદ્રા-ગોરખપુર આવી ત્યારે તેમાં ચડવા માટે લોકોએ દોડાદોડ કરી મૂકી, જેના કારણે પરિસ્થિતિ સર્જાઈ. 

    જે 9 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, તેમાંથી સાતની સ્થિતિ હાલ સ્થિર છે અને 2 ગંભીર છે. જેમને વધુ ઈજાઓ પહોંચી છે. 

    જે દ્રશ્યો સામે આવ્યાં છે તેમાં બાંદ્રા સ્ટેશન પર લોકોની મોટી ભીડ જોવા મળે છે તો અમુક લોકો ઈજાના કારણે ફરશ પર અને બાકડાઓ પર બેઠેલા જોવા મળે છે. રેલવે પોલીસ અને અન્ય મુસાફરો તેમની મદદ કરતા દેખાય છે. 

    હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.