Tuesday, March 18, 2025
More

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે $5 બિલિયનની આર્થિક સહાય માટે ભારતનો માન્યો આભાર

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે (Sri Lankan President Anura Kumara Dissanayake), જેઓ હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે ટાપુ રાષ્ટ્રની નાણાકીય કટોકટી દરમિયાન દ્વિપક્ષીય ઋણ પુનઃરચના (restructuring bilateral debt) માટે તેની આર્થિક અને નોંધપાત્ર સહાય માટે ભારતનો આભાર માન્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સોમવારે 16 ડિસેમ્બરે આ નિવેદન આપ્યું હતું.

    શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું, “અમે લગભગ 2 વર્ષ પહેલા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કર્યો હતો અને ભારતે અમને તે દલદલમાંથી બહાર આવવા માટે ખૂબ જ સહાય કરી હતી. તે પછી અમને ખૂબ મદદ મળી છે, ખાસ કરીને દેવું મુક્ત માળખાકીય પ્રક્રિયામાં.”

    આ નિવેદનમાં દિસનાયકેએ એમ પણ કહ્યું હતું કે તેમનો દેશ ભારતના હિત માટે હાનિકારક હોય તેવી કોઈપણ રીતે તેના પ્રદેશનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.