Friday, February 7, 2025
More

    શ્રીલંકા: પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્રની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ

    પાડોશી દેશ શ્રીલંકામાં પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્ર યોશિતા રાજપક્ષેની પોલીસે ધરપકડ કરી છે. આરોપ એક પ્રોપર્ટી ખરીદીના કેસમાં ભ્રષ્ટાચાર કરવાનો છે. શનિવારે (25 જાન્યુઆરી) ધરપકડ કરવામાં આવી. 

    યોશિતા એક પૂર્વ નેવી અધિકારી છે. તેમના પિતા જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે વર્ષ 2015માં તેમણે એક સંપત્તિ ખરીદવામાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે. જે મામલે તેમના ઘરેથી જ ધરપકડ કરી લેવામાં આવી. આ જ કેસમાં ગત અઠવાડિયે પોલીસે રાજપક્ષેના ભાઈની પણ પૂછપરછ કરી હતી. 

    ગત નવેમ્બરમાં પોલીસે મહિન્દા રાજપક્ષેના સૌથી મોટા પુત્ર નમલ રાજપક્ષેની પણ અન્ય એક પ્રોપર્ટીના કેસમાં પૂછપરછ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્રીલંકામાં ચૂંટણી ગઈ અને તેમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો હતો. નવી ચૂંટાયેલી સરકારે વાયદો કર્યો હતો કે તેઓ 2005થી 2015 વચ્ચે મહિન્દા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન જે-જે કૌભાંડ કરવામાં આવ્યાં છે અને ગેરરીતિ આચરવામાં આવી છે તેમાં જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલશે.